મહાદેવ પશુપતિનાથ તરીકે બિરાજે છે નેપાળમાં, જાણો તેમની સાથે સંકળાયેલી રહસ્યમય હકીકતો અને પૌરાણિક કથાઓ…

ધાર્મિક

મહાદેવના અનેક નામો છે તેમાંથી એક નામ પશુપતિનાથ તરીકે જાણીતું છે.  મહાદેવના દરેક નામ સાથે એક કથા જોડાયેલી છે.  મહાદેવે સમુદ્રમંથન દરમિયાન વિષને ગ્રહણ કર્યું.  તેથી તેઓ નીલકંઠ કહેવાયા. એવી રીતે શિવજીના અનેક સ્વરૂપો છે તેની સાથે અનેક કથાઓ જોડાયેલી છે. ચાલો આજે જાણીએ કે મહાદેવ પશુપતિનાથ કેમ કહેવાયા. શું છે આ નામનો મહિમા.  ક્યાં આવેલું આ મંદિર. હિંદૂ ધર્મમાં કેમ તેના દર્શનનું છે મહત્વ.

જ્યારે પાંડવો સદેહે સ્વર્ગે જવા નિકળ્યા ત્યારે મહાદેવને તેમની પરીક્ષા લેવાનું મન થયું. ગુપ્ત કાશી પાસે મહાદેવજી વિલિન થઈ ગયા. તેથી તેમણે આખલાનું રૂપ ધારણ કર્યું. પછી હિમાલયમાં આગળ જઈ રહેલા પાંડવો સામે આવીને ઉભા.

આ વિશાળકાય આખલાને જોઈને પહેલાં પાંડવો ગભરાઈ ગયા. જો કે તે દરમિયાન પાંડવોને ખબર પડી ગઈ કે આ તો સ્વયં મહાદેવ છે. ત્યારે તેમને જાણ થઈ કે જો આખલાના પગ વચ્ચેથી પસાર થવામાં આવે તો મોક્ષ થઈ જાય. તેથી ભીમ તેની પાછળ દોડ્યાં. તે સમયે આખલાએ મહાકાય રૂપ લીધું અને તે જમીનમાં સમાઈ ગયા.

જ્યારે ભીમે તેનું પૂછડું પકડી લીધું. આથી આ આખલો પૂરોપૂરો જમીનમાં ન સમાઈ શક્યો. તેનો થોડો પીઠનો ભાગ અને પૂછડું બહાર રહી ગયું તે કેદારધામ તરીકે ઓળખાયું જ્યારે જ્યાં તેનું માથાનું શિંગ બહાર રહી ગયું તે સ્થાન નેપાળમાં આવેલું છે પશુપતિનાથ તરીકે ઓળખાયું.

પશુપતિનાથ એ કેદારનાથ જયોતિર્લિંગનો જ અડધો ભાગ છે. જે લોકો કેદારનાથના દર્શન કરે તેમણે નેપાળના પશુપતિનાથના દર્શન કરવા જોઈએ, ત્યાં સુધી યાત્રા અધૂરી ગણાય છે. જ્યારે કેદારનાથનું મંદિર પાંડવોએ બંધાવ્યું હતું. પછી તેનો જિર્ણોધ્ધાર આદિગુરુ શંકરાચાર્યે કરાવ્યો હતો.

પશુપતિનાથનું મંદિર નેપાળમાં કાઠમંડુથી 3 કિમી દૂર બાગમતિ નદીને કિનારે દેવપાટન ગામમાં આવેલું છે. આ સતયુગ કાળનું મંદિર છે. એવી માન્યતા કે જે લોકો પશુપતિનાથ શિવલિંગના દર્શન કરે છે તેમને ક્યારેય પશુ યોનિમાં જન્મ લેવો પડતો નથી.

પશુપતિનાથ લિંગ વિગ્રહમાં ચાર દિશાઓમાં ચાર મુખ અને ઉપરી ભાહે પાંચમું મુખ છે. પ્રત્યેક મૂર્તિમાં જમણાં હાથમાં રુદ્રાક્ષની માળા અને ડાબા હાથમાં કમંડળ છે. પ્રત્યેક મુખ અલગ અલગ ગુણ પ્રગટ કરે છે. દક્ષિણ દિશાવાળું મુખ અઘોર મુખ છે જે દક્ષિણ તરફ છે.

પૂર્વ દિશાવાળું મુખ તત્તપુરુષ તરીકે ઓળખાય છે. ઉત્તર દિશાવાળું અર્ધનારિશ્વર રૂપ છે. જ્યારે પશ્રિમ દિશાવાળું સદ્યોજાત રૂપ કહેવાય છે. જ્યારે ઉપરના ભાગે આવેલું મુખ ઈશાન તરીકે ઓળખાય છે.

આમ પશુપતિનાથ જ્યોતિર્લિંગ એ ચતુર્મુખી શિવલિંગ છે. આ જ્યોતિર્લિંગ વિશે કહેવાય છે કે તેમાં પારસમણિ પત્થરના ગુણ છે. જે લોખંડને સોનું બનાવી શકે છે. નેપાળવાસીઓ અને નેપાળના રાજનરેશ પરિવાર માટે પશુપતિનાથ જ્યોતિર્લિંગ આરાધ્ય દેવ છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *