ગુજરાતના આ મંદિરે આશ્ચર્યમાં મૂકી દે તેવો પથ્થર, ખખડાવતા આવે છે ઝાલરનો અવાજ…

ધાર્મિક

આ સૃષ્ટી અનેક ચમત્કારો થી ભરેલી છે.  કેટલાક બનાવો કે ઘ-ટનાઓ આપણને વિચારતા કરી મૂકે છે.  આવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.  વિડીયોમાં એક પથ્થર આપણે કુતૂ-હલ કરવા પ્રેરી રહ્યો છે.  આ વીડિયોને જોઈને કદાચ તમે પથ્થરને કોઈ પવિત્ર ધાતુ જ માનવા પ્રેરાશો.  જાણો શું છે તેનું કારણ…

ઈડરના પ્રતાપગઢ ના સાબલી ગામ સ્થિત પથ્થરોના ડુંગર પર મહાકાળી મંદિર આવેલું છે.  આ મંદિરની બાજુમાં બે પથ્થરોની શિલા આવેલી છે, આ શીલા પર બીજા પથ્થર વડે ખખડાવતા જ તેમાંથી અદભુત અવાજ આવે છે.  આ પથ્થરમાંથી એવો અવાજ આવે કે, જાણે ઝાલર કે ઘંટ વાગતો હોય.  અવાજ નિકળે છે અને એ પણ ઘંટારવ જેવો અવાજ રણાકાવે છે.  મહત્ત્વનું છે કે,  આસપાસમાં તો ઘણા પથ્થર છે પણ આ એક જ પથ્થરમાં આવો રણકાર થાય છે

પથ્થરમાંથી ઘંટારવ?

આ ચમત્કારિક પથ્થરની વિશિષ્ટતા તમને આશ્ચર્યમાં મૂકી દેશે.  પથ્થરમાંથી ઘંટ ના પ્રગટે છે અને વાતાવરણ પવિત્ર કરી દે છે.  જો કે, ભલે આપણી વૈજ્ઞાનિક દ્રષ્ટી સૃષ્ટીની આ કરા-મતમાં કાર્યકારણના સંબંધો જોતી હોય.  પરંતુ જ્યાં સુધી કારણોમાં પડ્યા વગર આવી ઘટનાને માણતા નથી ત્યાં સુધી સૃષ્ટીના સૌંદર્યને માણી શકાતું નથી.

બે વર્ષ અગાઉ અહીં મંદિર માં આસપાસમાં વિકાસ કરવા દરમિયાન આ એક મોટી શિલા માંથી રણકાર આવતા જ બીજા પથ્થર પણ જોતા બીજી એક શિલા પણ મળી આવી હતી અને તેમાંથી પણ રણકાર આવ્યો હતો.  આમ બે વર્ષ પહેલાથી શરૂ થયેલા આ અવાજને લઇને હવે લોકો પણ અહીં તેને નિહાળવા આવે છે.  જોકે અમુક લોકો તો આ માતાજીનો પરચો પણ માની રહ્યા છે

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *